naresh kapadia
- writer
- author
- editor
- reporter
An artist and journalist, Naresh Kapadia is a Commerce Graduate and Post Graduate of Law and Journalism. He is a pioneer of first local TV ‘Channel Surat.’ As journalist, he has worked with all print and electronic media, in all capacities.
He has reviewed films and wrote articles in Surat local dailies Divyabhaskar, Gujaratmitra, Dhabkar, Gujarat Guardian etc. over the years. He has twenty books to his credit including ‘Stars of the month’, where he has written articles on Indian Film stars based on their birth/death dates in Gujarati. His articles are appearing in print and social media, daily. He has compiled a lyrics series of Hindi Film Songs books.
He is a Sr. Citizen, having 71 years’ experience of life.
He is a dramatist, worked on and off the stage in all capacities of writer, producer, director, actor as participant and judge of various contests. He has hundreds of stage presentations to his credit.
He has a wide experience of participating and conducting Youth and Cultural Activities.
He has coordinated Sarvajanik College of Performing Arts (SCOPA) at Surat, the only College of Dance, Drama and Music in South Gujarat from start to eight years. He has an experience publishing about 100 books at publishing house Shubh Sahitya, Surat.
He has good fan followers on social media. He conducts a lot of creative activities by WhatsApp groups about creative writing, old Hindi film songs and journalism. His whatsapp groups namely ‘Akhbari Vachan’, ‘Old Songs Lovers’, ‘My Radio’ and ‘Book World’ have thousands of followers. In Book World Group he has edited and produced 300+ eBooks in Gujarati. ‘JyotiKalash’ an eMonthly of Gujarati Short Stories is edited by him, 750+ Gujarati Story Writers are associated to it. ‘JyotiKalash’, reaches to 12,000+ readers every month, is the biggest story eMagazine in Gujarati language now and produced 25 monthly eMagazine.
There are more than 250 stage and TV shows of ‘Antakshari’ to his credit. He is one of the finest presenters of Musical and Audio-Visual shows on stage and on screen too!
નરેશભાઈ કલાકાર છે, પત્ર કાર છે. તેઓ કોમર્ સ ગ્રેજ્ યુએટ અને લો ના તથા પત્ર કારત્ વના પોસ્ ટ ગ્રેજ્ યુએટ છે. પહેલા લોકલ ટીવી ‘ચેનલ સુરત’ના પ્ર ણેતા છે. પત્ર કાર રૂ પે તેમણે તમામ પ્રપ્રન્ ટ અને ઇલેક્ટ્ રોપ્ર નક માધ્ યમમાાં તમામ સ્ તરે કાયસ કયુું છે.
દિવ્યભાસ્કર, ગુજરાતમિત્ર, ધબકાર, ગુજરાત ગાર્ડીયન વ. દૈનિક અખબારોમાં વર્ષો સુધી તેમણે ફિલ્મોનું અવલોકન, લેખો, સાંસ્કૃતિક હેવાલ લેખન કર્યું છે. ફિલ્મી સિતારાઓના જીવન-કવન આધારિત ‘આ માસના સિતારા’ શ્રેણી સહીત તેમના વીસ પુસ્તકો થયાં છે. રોજેરોજ તેમના લેખો અખબાર અને સોસિયલ મીડિયા પર પ્રગટ થાય છે. ટોચના ગાયકોના હિન્દી ફિલ્મ ગીતોના સંગ્રહોનું તેમણે સંપાદન કર્યું છે.
તેઓ ૭૧ વર્ષનાં આયુ સાથે જીવનનો ભરચક અનુભવ ધરાવે છે.
નરેશભાઈ નાટ્યકાર છે. મંચ પર અને મંચ બહાર તમામ સ્તરે તેમણે રંગકર્મ કર્યું છે, જેમાં લેખન, નિર્માણ, નિર્દેશન, અભિનય બધું જ સમાય છે. તેઓ જે સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા, ત્યાં હવે નિર્ણાયક બનતા હોય છે. મંચ પર તેમણે સેંકડો નાટ્ય પ્રસ્તુતિઓ કરી છે.
યુવાનો માટેની સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃતિઓનો તેમનો વિશાળ અનુભવ છે.
સંગીત, નૃત્ય અને નાટકની દક્ષિણ ગુજરાત વિસ્તારની એક માત્ર કોલેજ સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ (સ્કોપા)ના શરુ થવાથી આઠ વર્ષ સુધી તેઓ કો-ઓર્ડીનેટર રહ્યા છે.
પોતાના અને વિવિધ લેખકોના એક સોથી વધુ પુસ્તકો તેમણે શુભ સાહિત્યના નેજા હેઠળ પ્રકાશિત કરવાનો અનુભવ મેળવ્યો છે.
સોશિયલ મીડિયા પર તેમનું મિત્રમંડળ મોટું છે. તેઓ વોટ્સએપનો ખૂબ સર્જનાત્મક અને સકારાત્મક ઉપયોગ કરે છે. તેમના ‘અખબારી વાંચન’, ‘ઓલ્ડ સોંગ્સ લવર્સ’, ‘માય રેડિયો’ અને ‘બુક વર્લ્ડ’ ગ્રુપ્સ સાથે હજારો મિત્રો જોડાયાં છે અને જીવનનો આનંદ માણે છે. ‘બુક વર્લ્ડ’ ગ્રુપમાં તેમણે ૩૪૦+થી વધુ ગુજરાતી ઇ-પુસ્તકો તૈયાર કર્યાં છે, જેમાં ૭૫થી વધુ ‘હાસ્ય વિશેષાંકો’ છે. તેઓ ‘જ્યોતિકળશ’ નામના ગુજરાતી ભાષાના સૌથી મોટા ઇ-વાર્તા માસિકનું સંપાદન કરે છે, જેની સાથે ગુજરાતભરના અને વિદેશોમાં રહેતાં ૭૫૦ થી વધુ ગુજરાતી વાર્તા લેખકો સંકળાયા છે. ‘જ્યોતિકળશ’ પહેલું એવું ગુજરાતી વાર્તા માસિક છે, જે બાર હજારથી વધુ વાચકો સુધી દર મહિને નિશુલ્ક પહોંચે છે, તેના ૨૫ માસિક અંકો પ્રગટ થઇ ચુક્યા છે. જે ડિજિટલી નિશુલ્ક મળે છે.
તેમણે સુરતના સાહિત્ય સંગમમાં દસ વર્ષ સુધી દર મહિનાના છેલ્લા રવિવારે થીમ આધારિત ‘ગીત ગાતા ચલ’ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. હવે પાંચેક વર્ષથી દર મહિને ‘ગીત ગાવાની સ્પર્ધાઓ’ ઓનલાઈન – ઓફલાઈન યોજે છે, જેમાં દેશ-વિદેશથી કલાકારો જોડાય છે. તેમણે મંચ પર ‘અંતાક્ષરી’ના સેંકડો કાર્યક્રમ કર્યાં છે, જેની એક માસ ચાલતી ત્રણ ઋતુઓ થઇ ચૂકી છે. તેઓ મંચ પર અને ઓનલાઈન સેંકડો ગીત-સંગીતના કાર્યક્રમો યોજી ચૂક્યા છે. જે બધું જ યુ-ટ્યુબ પર નિશુલ્ક જોવા મળી શકે છે.
તેમણે ‘ભગવદ ગીતા રોજેરોજ’ કાર્યક્રમશ્રેણીના યુ-ટ્યુબ પર ૧૫૦થી વધુ કાર્યક્રમ અપલોડ કર્યા છે. ‘જ્યોતિ કળશ શ્રાવ્ય’ પ્રોજેક્ટ હેઠળ ‘એક સરસ વાર્તા - રોજેરોજ - વાંચો પણ સાંભળો પણ - પ્રોજેક્ટ હેઠળ યુ-ટ્યુબ પર ૫૦ વાર્તાઓની પહેલી ઋતુ અપલોડ કરી છે. તેમણે હિરેન દેસાઇ લિખિત નવલકથા ‘તરસ’ને ધારાવાહિક રીતે રોજેરોજ યુ-ટ્યુબ પર રજૂ કરી છે.